Saturday, 13 January 2018

મકરસંક્રાંતિ................

મકરસંક્રાંતિ...............

● આજ મકરસંક્રાંતિ નો પર્વ છે તો ચાલો આજ તેનું મહત્વ ને પણ જાણીએ....

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. ઉત્તરાયણનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.

|| ઉત્તરાયણ – મકરસંક્રાંતિ ||

ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ-સંક્રાંતિનો ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ ,આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે.હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે. સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે અને માટે જ એને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે, ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે. આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ‘ઉત્તરાયન’. ઉત્તર + અયન = ઉત્તરાયન અર્થાત્ ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ…સૂર્ય એની પૃથ્વી આસપાસની પરિભ્રમણ દિશા બદલી સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે તેથી ઉત્તરાયણ પણ કહેવાય છે સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત-દિવસ સરખા એટલે કે 12-12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. , આ દિવસે અંધારું ધીરે ધીરે ઘટતું જાય છે , દેવો ઊંઘમાંથી જાગે છે સારા કામો કરવા માટેના શુભ દિવસોની શરૂઆત થાય છે.

સંક્રાંતિ એટલે સંગક્રાંતિ ,માણસોએ આ દિવસે સંગમુક્ત થવાનો સંકલ્પ કરવો જોઈએ ,કામ ક્રોધ ,લોભ ,મોહ ,માયા ,મદ ,મત્સર ,ઈત્યાદી વિકારોની અસરમાંથી શક્ય તેટલા મુક્ત થઇ છુટવાનો પ્રયતન કરવો જોઈએ ,સારા માણસોના સંગકરી અધોગતિથી બચવું જોઈએ, કર્ણ ધુતરાષ્ટ્ર , શકુની, દુર્યોધન અને દુ:સાસન કુસંગથી અધોગતિ પામ્યા .

◆મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.

◆આમતો ભારત ના ઘણા બધા મેળાઓ પ્રખ્યાત છે પણ જે મકર્સનક્રાંતિ નો મેલા હોય તે વધુ મહત્વ ધરાવે છે મકરસંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે, ખુબજ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે જે દર બાર વર્ષે હરિદ્વાર, પ્રયાગ(અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે. માઘ મેળો કે મીની કુંભ મેળો દર વર્ષે પ્રયાગમાં અને ગંગાસાગર મેળો, કલકત્તા નજીક ગંગા નદી જ્યાં બંગાળના ઉપસાગરનેમળે છે, ત્યાં યોજાય છે.

★★કેરળનાં સબરીમાલામાં મકરસંક્રાંતિ ઉજવાય છે, જ્યાં 'મકર વિલક્કુ' ઉત્સવ પછી 'મકર જ્યોથી' નાં દર્શન કરાય છે.

◆મકરસંક્રાંતિને અલગ-અલગ પ્રદેશોમાં અલગ-અલગ નામથી ઓળખવા તથા મનાવવામાં આવે છે. જેમ કે, મકરસંક્રાંતિને તમિલનાડુમાં પોંગલ તરીકે, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા કેરળમાં માત્ર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રમાં ‘તિળ ગુળ ઘ્યા આણિ ગોડ ગોડ બોલા’ વાક્ય સૌના મોઢે સાંભળવા મળે છે. આ દિવસે આ વાક્ય બોલવાની સાથે એકબીજાને ઉપહાર કે ભેટ આપવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે બીજી સ્ત્રીઓને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને હળદર-કંકુ લગાવીને તલ-ગોળની સાથે

ઉપહારોની પૂજા કરીને તેમને ભેટ આપે છે.

મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમજવા જેવો છે. તા.૧૪ જાન્યુઆરીથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સુર્ય પર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે. ત્યારે તેના કિરણો ખરાબ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરવા લાગે છે. ત્યારે તે કિરણો સ્વાસ્થ્ય અને શાંતિને વધારનારા બની જાય છે.

હિન્દુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે. બાણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ ઉત્તરાયણની પ્રતિક્ષામાં આ કારણે જ મૃત્યુને રોકી રાખ્યાની મહાભારતની કથા સુવિદિત છે કે, બ્રહ્મ ચર્યનિષ્ઠ અને મહાબળવાન ભીષ્મ પિતામહનું શરીર યુદ્ધ ભૂમિમાં વિંધાઇ ગયું. તેમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેમને જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.

તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો. જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.

તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો.

મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરી હતી તથા બધા જ અસુરોના શીશને મંદાર પર્વતમાં દબાવી દીધા હતા. આ રીતે આ દિવસ અનિષ્ટોના નાશનો દિવસ પણ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિમાં પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલા સ્નાન કરી ભગવાનની પૂજા- અર્ચના કરવાનો મહિમા છે.

મકરસંક્રાતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. સાથે સાથે અનાજ, વસ્ત્ર, ઉનનાં વસ્ત્રો, શેરડી, વિવિધ ફળની દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે. મકરસંક્રાંતિના દિવસે એક ગણું દાનને હાજારગણું ફળ એમ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઝોળી દાનનું સવિશષે મહત્વ છે

આ દિવસે તલ અને ગોળમાંથી બનેલી વાનગીઓ ખાવામાં આવે છે. તલ અને ગોળ આયુર્વેદ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે. આ ઋતુમાં તેમાંથી બનેલી વાનગીઓ ખાવાથી શરીરને પોષણ મળે છે અને અનેક પ્રકારના રોગ સામે રક્ષણ મળે છે.આ દિવસે લોકો તલગોળના લાડુ એકબીજાને ખવડાવી રૂક્ષ થયેલા આપણા સંબંધોમાં સિનગ્ધતા તલ લાવે છે કારણ તલમાં સિનગ્ધતા છે ગોળ ની મીઠાસ મનની કડવાસ દુર કરી સંબધોને વધુ મજબુત બનાવે છે

આ જ એક એવું પર્વ છે જેને એક જ ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી…પણ બધા ધર્મોમાં તેનું મહત્વ બતાવ્યું છે. ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ અને પતંગનું ઋતુવિજ્ઞાન છે. એવી સાદી સમજ છે. મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે.સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. બધું જ પ્રકૃતિના નિયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલે છે, જ્યારે અંધકારમાં મૂરઝાઈ જાય છે.

તિલ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા…

મકરસંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રમાં ‘તિલ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા’ વાક્ય સૌનાં મોઢે સાંભળવા મળે છે. આ દિવસે આ વાક્ય બોલવાની સાથે એકબીજાને ઉપહાર કે ભેટ આપવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે બીજી સ્ત્રીઓને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને હળદર-કંકુ લગાવીને તલ-ગોળની સાથે ઉપહારોની પૂજા કરીને તેમને ભેટ આપે છે.

મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે.પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલ કાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઈક દિન ચંગ ઉડાઈ, ઈંદ્રલોક મેં પહૂંચી ગઈ.’ ત્રેતાયુગમાં એવા ઘણાં પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી

આપણા જીવનની પતંગની દોર પણ વિશ્વની પાછળ રહેલી કોઈ અદ્રષ્ટ શક્તિ જ્ઞાન દ્વારા ચગાવે છે ,માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવાની કે મને જ્ઞાનવડે પ્રકાશ ભણી (ઉત્તરાયણ)…લઇ જાઓ જેથી મારો જીવન પતંગ ઝોલે ન ચડે ,

આ પ્રસંગે સૂર્યનો પ્રકાશ , તલગોળની મીઠાશ , આપણા જીવનમાં સાકાર થાય તો આપણા જીવનનું યોગ્ય સંક્રમણ ગણાય.

ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે.

ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે.

મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમજવા જેવો છે. તા.૧૪ જાન્યુઆરીથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સુર્ય પર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે. ત્યારે તેના કિરણો ખરાબ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરવા લાગે છે. ત્યારે તે કિરણો સ્વાસ્થ્ય અને શાંતિને વધારનારા બની જાય છે.

હિન્દુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે. બાણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ ઉત્તરાયણની પ્રતિક્ષામાં આ કારણે જ મૃત્યુને રોકી રાખ્યાની મહાભારતની કથા સુવિદિત છે કે, બ્રહ્મ ચર્યનિષ્ઠ અને મહાબળવાન ભીષ્મ પિતામહનું શરીર યુદ્ધ ભૂમિમાં વિંધાઇ ગયું. તેમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેમને જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.

તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો. જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.

મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરી હતી તથા બધા જ અસુરોના શીશને મંદાર પર્વતમાં દબાવી દીધા હતા. આ રીતે આ દિવસ અનિષ્ટોના નાશનો દિવસ પણ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિમાં પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલા સ્નાન કરી ભગવાનની પૂજા- અર્ચના કરવાનો મહિમા છે.

મકરસંક્રાતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. સાથે સાથે અનાજ, વસ્ત્ર, ઉનનાં વસ્ત્રો, શેરડી, વિવિધ ફળની દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે. મકરસંક્રાંતિના દિવસે એક ગણું દાનને હાજારગણું ફળ એમ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઝોળી દાનનું સવિશષે મહત્વ છે.

ઉત્તરાયણના દિવસે સારાય વિશ્વમાં અને ભારતમાં તેની ઉજવણી કરવામાં આવે છે. બાળકો અને યુવાનોમાં આ ઉત્સવ અત્તિ લોકપ્રિય બની ગયો છે. તેની બે- બે માસથી તૈયારીઓ થવા લાગે છે. ઉત્તરાયણના કેટલાય દિવસ અગાઉથી બાળકો પતંગ ચગાવવા લાગે છે. હવે તો વિદેશથી પંતગરસિયાઓ ગુજરાત- અમદાવાદના પતંગ ઉત્સવમાં આવે છે.

પતંગોત્સવમાંથી આપણને જીવન જીવનની કળા પણ શીખવા મળે છે. આપણે ઉત્તરાયણના દિવસ માટે પતંગની ખરીદી કરીએ છીએ ત્યારે કેટલા પતંગ ખરીદીએ છીએ ? એક-બે- પાંચ નંગ ?

ના. કોડીની સંખ્યામાં ખરીદીએ છીએ. કારણ કે, આપણને ખબર છે કે, આપણે પતંગ ચગાવીશું અને બીજાની સાથે પેચ લગાવીશું એટલે અમુક વખત આપણે બીજાના પતંગને કાપી શકીશું અને ઘણીવખત આપણો પોતાનો પણ પતંગ કપાવવાનો જ છે. તેમ દરેક મનુષ્યના જીવનમાં સદાયને માટે સુખના દિવસો ટકતાં નથી. દુ:ખના દિવસો પણ આવે જ છે. તેથી જીવનમાં સુખ અને દુ:ખ માટે તૈયાર રહેવું જોઇએ. તેથી જ કોઇ કવિએ કહ્યું છે કે,

ન તમારી ન મારી નથી કોઇની પણ
સ્થિતિ સાવ સારી નથી કોઇની પણ
કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,
દશા એકધારી નથી કોઇની પણ

કોઇની જીંદગીમાં એક સરખા દિવસ ક્યારેય પસાર થતા જ નથી. ઋતુમાં વસંત પછી પાનખર આવે છે. દરિયામાં ભરતી પછી ઓટ આવે છે. સૂર્યક્ષેત્રે ઉદય પછી અસ્ત આવે છે, ચંદ્ર ક્ષેત્રે સુદ પછી વદ આવે છે. તેથી જીંદગી જીવવી છે તો સુખ ને દુ:ખ બંને આવવાના છે એમ માનીને જીવવું પડશે. ફૂલ જોઇએ છે તો તેની સાથે કાંટાને પણ સ્વીકારવા જ પડશે.

ચાહતે હો ફૂલ યદિ, તો કાંટે ભી મિલેંગે,
કાંટે સે ડરનેવાલે, ફૂલ નહિ મિલેંગે

જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો – નીચો, આસપાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૃપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિ રૃપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જોઇએ અને એવી રીતે અખંડ ભગવાનના સ્વરૃપમાં વૃત્તિ રહેવા લાગે તેથી બીજી અધિક પ્રાપ્તિ કોઇ છે જ નહી અને આવી રીતે વૃત્તિ રહે તો સદાય દિવ્યાતિ દિવ્ય આનંદ વધતો ને વધતો જ રહેશે.

જેથી આપણું જીવન પણ રંગબેરંગી પતંગોની જેમ જુદા – જુદા સદ્ગુણોરૃપી રંગોથી દીપી ઊઠશે અને ઉન્નત બનશે.

|| મકર સંક્રાંતિ – ઉત્તરાયણ – ૧૪ મી જાન્યુઆરી ||

મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે.

મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.

ઉત્તરાયણ શબ્દ, બે સંસ્કૃત શબ્દ ઉત્તર (ઉત્તર દિશા) અને અયન (તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.
આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી(તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને ‘ચિકી’ (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.

|| મકરસંક્રાંતિ – ઉત્તરાયણ – દાન પુણ્યનું મહાપર્વ ||

ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે.
ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે

મકરસંક્રાંતિ પર્વ સૂર્ય પર આધારિત છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. કર્ક રાશિમાં પ્રવેશ કરે ત્યારે કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. ધન રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે ધન સંક્રાંતિ કહેવામાં આવે છે.

સૂર્ય- જુદી-જુદી રાશિઓમાં પ્રવેશ કરતો રહે છે અને તે ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. સૂર્યનારાયણ એક વર્ષમાં બાર રાશી ભોગ કરે છે. સૂર્યનારાયણ મંડલાકારે ફરે છે. જેમ કુંભારનો ચાકડો ફરે છે તેમ. પૃથ્વીના તીસ ભાગોનું અતિક્રમણ કરે છે એ દરેક ભાગને ‘રાશિ’ એવું નામ આપવામાં આવ્યું છે, કુલ બાર રાશિઓ છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન.

હિન્દુ ધર્મશાસ્ત્રના ચાંદ્રમાસથી સંવત્સરની ગણતરી મુજબ પોષ મહિનામાં સૂર્યમકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે સર્વમાન્ય પશ્ચિમાત્ય સૌર વર્ષ પ્રમાણે દર વર્ષે સામાન્ય રીતે ૧૪મી જાન્યુઆરીના રોજ સૂર્યના મકર રાશિમાં ભ્રમણની શરૃઆત થતી હોઇ આ દિવસે જ મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે મકરસંક્રાતિની ઉજવણી તા.૧૫ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માસની સમાપ્તિ થાય છે. ધનના સૂર્યમાં સારા લૌકિક કાર્ય કરવામાં આવતા નથી. આ જ દિવસથી કમૂરતાં પણ પૂર્ણ થતાં હોઇ લૌકિક શુભ કાર્યોની શરૃઆત કરી શકાય છે.

પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને ઉત્તરાયણ પણ કહે છે.

ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે.

ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે.

મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમજવા જેવો છે. તા.૧૪ જાન્યુઆરીથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સુર્ય પર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે. ત્યારે તેના કિરણો ખરાબ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરવા લાગે છે. ત્યારે તે કિરણો સ્વાસ્થ્ય અને શાંતિને વધારનારા બની જાય છે.

હિન્દુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે. બાણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ ઉત્તરાયણની પ્રતિક્ષામાં આ કારણે જ મૃત્યુને રોકી રાખ્યાની મહાભારતની કથા સુવિદિત છે કે, બ્રહ્મ ચર્યનિષ્ઠ અને મહાબળવાન ભીષ્મ પિતામહનું શરીર યુદ્ધ ભૂમિમાં વિંધાઇ ગયું. તેમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેમને જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.

તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો. જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.

તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો.

શું કહે છે પુરાણો?..........

આપણા પુરાણો અનુસાર મકરસંક્રાંતિનું પર્વ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, આદ્યશક્તિ અને સૂર્યદેવની આરાધના તથા ઉપાસનાનું પાવન વ્રત છે, જે તન, મન અને આત્માને શક્તિ પ્રદાન કરે છે. મકરસંક્રાંતિ સૂર્યદેવતા સાથે સંબંધિત છે. સૂર્યદેવ આત્માના કારક છે. સંત-મર્હિષઓ અનુસાર તેના પ્રભાવથી મનુષ્યની આત્મા શુદ્ધ થાય છે. સંકલ્પશક્તિ વધે છે. મકરસંક્રાંતિ સમગ્ર ભારતમાં કોઈ ને કોઈ રીતે મનાવવામાં આવે છે.

વિષ્ણુ ધર્મસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓની આત્માની શાંતિ માટે તથા સ્વ સ્વાસ્થ્યવર્ધન તથા સર્વકલ્યાણ માટે તલના છ પ્રયોગ પુણ્યદાયક તથા ફળદાયક હોય છે- તલના તેલથી સ્નાન કરવું, તલનું દાન કરવું, તલમાંથી બનેલું ભોજન, જળમાં તલ અર્પણ, તલની આહુતિ, તલનું ઉબટન કરવું.
 ભગવાન શ્રીકૃષ્ણે પણ ઉત્તરાયણનું મહત્ત્વ જણાવતાં ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ માસના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવતા ઉત્તરાયણ હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે. આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી તે જીવનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી તદ્દન વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે પૃથ્વી અંધકારમય હોય છે અને લોકો આ અંધકારમાં શરીરનો ત્યાગ કરે તો તેને પુનઃ જન્મ લેવો પડે છે. (શ્લોક ૨૪-૨૫)

સૂર્યના ઉત્તરાયણ થયા પછી દેવોની બ્રહ્મમુહૂર્ત ઉપાસનાનો પુણ્યકાળ શરૂ થઈ જાય છે. આ કાળને જ પરા-અપરા વિદ્યાની પ્રાપ્તિનો કાળ કહેવામાં આવે છે. તેને સાધનાનો સિદ્ધિકાળ પણ કહેવામાં આવ્યો છે. આ કાળમાં દેવપ્રતિષ્ઠા, ગૃહનિર્માણ, યજ્ઞાકર્મ વગેરે જેવાં શુભ કાર્યો કરી શકાય. મકરસંક્રાંતિના એક દિવસ પહેલાંથી જ વ્રત-ઉપવાસ કરીને યોગ્ય પાત્રને દાન આપવું.

મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરી હતી તથા બધા જ અસુરોના શીશને મંદાર પર્વતમાં દબાવી દીધા હતા. આ રીતે આ દિવસ અનિષ્ટોના નાશનો દિવસ પણ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિમાં પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલા સ્નાન કરી ભગવાનની પૂજા- અર્ચના કરવાનો મહિમા છે.

મકરસંક્રાતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. સાથે સાથે અનાજ, વસ્ત્ર, ઉનનાં વસ્ત્રો, શેરડી, વિવિધ ફળની દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે. મકરસંક્રાંતિના દિવસે એક ગણું દાનને હાજારગણું ફળ એમ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઝોળી દાનનું સવિશષે મહત્વ છે.

ઉત્તરાયણના દિવસે સારાય વિશ્વમાં અને ભારતમાં તેની ઉજવણી કરવામાં આવે છે. બાળકો અને યુવાનોમાં આ ઉત્સવ અત્તિ લોકપ્રિય બની ગયો છે. તેની બે- બે માસથી તૈયારીઓ થવા લાગે છે. ઉત્તરાયણના કેટલાય દિવસ અગાઉથી બાળકો પતંગ ચગાવવા લાગે છે. હવે તો વિદેશથી પંતગરસિયાઓ ગુજરાત- અમદાવાદના પતંગ ઉત્સવમાં આવે છે.

પતંગોત્સવમાંથી આપણને જીવન જીવનની કળા પણ શીખવા મળે છે. આપણે ઉત્તરાયણના દિવસ માટે પતંગની ખરીદી કરીએ છીએ ત્યારે કેટલા પતંગ ખરીદીએ છીએ ? એક-બે- પાંચ નંગ ?

ના. કોડીની સંખ્યામાં ખરીદીએ છીએ. કારણ કે, આપણને ખબર છે કે, આપણે પતંગ ચગાવીશું અને બીજાની સાથે પેચ લગાવીશું એટલે અમુક વખત આપણે બીજાના પતંગને કાપી શકીશું અને ઘણીવખત આપણો પોતાનો પણ પતંગ કપાવવાનો જ છે. તેમ દરેક મનુષ્યના જીવનમાં સદાયને માટે સુખના દિવસો ટકતાં નથી. દુ:ખના દિવસો પણ આવે જ છે. તેથી જીવનમાં સુખ અને દુ:ખ માટે તૈયાર રહેવું જોઇએ. તેથી જ કોઇ કવિએ કહ્યું છે કે,

ન તમારી ન મારી નથી કોઇની પણ
સ્થિતિ સાવ સારી નથી કોઇની પણ
કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,
દશા એકધારી નથી કોઇની પણ

કોઇની જીંદગીમાં એક સરખા દિવસ ક્યારેય પસાર થતા જ નથી. ઋતુમાં વસંત પછી પાનખર આવે છે. દરિયામાં ભરતી પછી ઓટ આવે છે. સૂર્યક્ષેત્રે ઉદય પછી અસ્ત આવે છે, ચંદ્ર ક્ષેત્રે સુદ પછી વદ આવે છે. તેથી જીંદગી જીવવી છે તો સુખ ને દુ:ખ બંને આવવાના છે એમ માનીને જીવવું પડશે. ફૂલ જોઇએ છે તો તેની સાથે કાંટાને પણ સ્વીકારવા જ પડશે.

ચાહતે હો ફૂલ યદિ, તો કાંટે ભી મિલેંગે,
કાંટે સે ડરનેવાલે, ફૂલ નહિ મિલેંગે

જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો – નીચો, આસપાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૃપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિ રૃપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જોઇએ અને એવી રીતે અખંડ ભગવાનના સ્વરૃપમાં વૃત્તિ રહેવા લાગે તેથી બીજી અધિક પ્રાપ્તિ કોઇ છે જ નહી અને આવી રીતે વૃત્તિ રહે તો સદાય દિવ્યાતિ દિવ્ય આનંદ વધતો ને વધતો જ રહેશે.

જેથી આપણું જીવન પણ રંગબેરંગી પતંગોની જેમ જુદા – જુદા સદ્ગુણોરૃપી રંગોથી દીપી ઊઠશે અને ઉન્નત બનશે.

ને અંતે એક lyric  રજુ કરવા માંગીશ .........
1......
તું
જોતો રહ્યો રાહ
સારા પવનની,

તું
માંજતો રહ્યો દોરીને
કે પતંગ કપાય નહિ,

તું
કરતો રહ્યો હંમેશાં
બે પતંગ સાથે ઉડાડવાની કોશિશ,

ને ઉત્તરાયણ જતી રહી..

એક પતંગ, એક દોરી અને થોડી હવા,
બસ આટલું પુરતું નથી જીવી લેવા માટે?

2.....

કોઈને ઉડાડવી ગમે,
કોઈને કાપવી
કોઈ બસ દૂરથી જોઇને ખુશ થઇ લે,
ને કોઈ રાહ જુએ ગમતીલાં પતંગના કપાવાની
તો કોઈ વડી લંગરિયા નાખીને લૂંટે પણ ખરાં

કેટલું કહી જાય છે માનવમન વિષે
આ ઉત્તરાયણ!

HAPPY MAKARSANKRANTI .........😊

No comments:

Post a Comment