Friday, 19 March 2021

WhatsApp નો શિક્ષણ માં ઉપયોગ

 પ્રસ્તાવના :

વર્તમાન સમય એ ટેકનોલોજીનો યુગ છે. ભારતભરમાં સ્માર્ટફોનનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થવા લાગ્યો છે. સ્માર્ટફોને દરેક ને ખૂબ સારી સુવિધાઓ આપો છે. પરંતુ તેનો ઉપયોગ સમય પસાર કરવાનું સાધનમાત્ર છે. સ્માર્ટફોનની સુવિધાઓ ગજબની છે. તે જાણવું જરૂરી છે. Whatsapp પર માત્ર વગરકામના મેસેજ ફોરવર્ડ કરવા માટે નહીં. પરંતુ તેનો શિક્ષણમાં પણ ઉપયોગ સારી રીતે કરી શકાય છે. આજે કેટલાક વેપારીઓ તેની પ્રોડક્ટને તમારા વોટ્સએપ સ્ટેટ્સ પર મૂકો તો પણ ડિસ્કાઉન્ટ આપે છે તો શિક્ષણમાં તેનો ઉપયોગ કેમ નહિ કરી શકાય.
Whatsapp એ માત્ર મેસેજ ફોરવર્ડ કરવાનું સાધન નથી પરંતુ મુખ્ય હેતુ જ એ છે કે જે કોઈપણ વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ કરે છે તેનો તરત સંપર્ક કરવા માટે છે.

✓વોટ્સએપનો શિક્ષણમાં ઉપયોગ :
વર્ગખંડમાં શિક્ષક જે કંઈ પણ ભણાવે છે તેનાથી વિશેષ માહિતી વિદ્યાર્થીઓને આપવા માંગે તો સોશિયલ મીડિયાના ઉપયોગથી વિષયવસ્તુને અનુસંધાન માહિતી વિદ્યાર્થીઓને આપી શકાય છે. જે આ પ્રમાણે છે.
- શિક્ષણને લગતા વિડીયોની લિંક શેર કરી શકાય.
- વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને વિષયવસ્તુ અનુસાર વિડીયો, પીડીએફ, વર્ડની ફાઇલ, ચિત્રોની મદદથી શિક્ષણ સામગ્રી આપી શકાય.
- શાળાના વોટ્સએપ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને વિવિધ સુચનાઓ કે અન્ય કોઈપણ નોટિસ મોકલી શકાય અને માહિતગાર કરી શકાય.
- વાલીઓ અને વિદ્યાર્થીઓનું અલગ વોટ્સએપ ગ્રુપ બનવવાથી બંનેની જરૂરિયાત મુજબની માહિતી કે સુચનાઓ આપી શકાય. જેમ કે અઠવાડિયામાં લેવામાં આવતી પરીક્ષાનું પરિણામ જોવા કે વાલી મિટિંગ માટે વાલીઓને અલગથી સૂચના આપી શકાય. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાનું સમયપત્રક તેમજ કોઈપણ પ્રવૃત્તિઓ શાળામાં આયોજન થાય તેની માહિતી આપી શકાય.
- વોટ્સએપનો ઉપયોગ કરનારા વાલીઓને ગ્રુપમાં સામેલ કરવા ગ્રુપની લિંક શેર કરી એક ગ્રુપ બનાવી શકાય.
- કોઈ વિદ્યાર્થીની સિદ્ધિને બિરદાવા માટે તેમજ પ્રોત્સાહિત કરવા માટે વોટ્સએપ પર તેની વિગત મોકલી શકાય.
- શાળા કે મહાશાળામાં ઉજવવામાં આવતા કાર્યક્રમોની વિગત વર્તમાનપત્રોમાં આવે તો વાલીઓ સુધી કે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય છે.
- અન્યો લોકોને linkથી પરિચિત કરી શકાય જેથી શૈક્ષણિક ગ્રુપમાં જોડાય શકે.
- મિત્રો સાથે ગ્રુપ સહાયકારી અધ્યયન કે પ્રોજેક્ટ કાર્ય કરી શકાય. (પ્રોજેક્ટનું ગ્રુપ બનાવી ને.)
- ગુગલ ડ્રાઈવ પર ફાઈલ મૂકીને બીજા વિદ્યાર્થીઓને link મોકલવાથી તેઓ ફાઈલ download કરી શકે છે.
- સેમિનાર, પુસ્તકો, શૈક્ષણિક કાર્યક્રમ વગેરેની વિગતો વોટ્સએપ પર મોકલી શકાય છે.
- તજજ્ઞોના વ્યાખ્યાનની વિડીયો ફાઇલ શેર કરી શકાય.
- આકસ્મિક સંજોગોમાં વિડીયો કોલથી પરીક્ષા લઈ શકાય.
- શિક્ષણનાં સર્ક્યુલર મેસેજ કરી શકાય.
- શાળા દ્વારા સામાજિક સંબંધો સ્થાપી શકાય.
- વ્યવસાયિક સંબંધો સ્થાપી શકાય.
- વ્યવસાયને લગતી જાહેરાત હવે વોટ્સએપના સ્ટેટ્સ પર મૂકીને કરી શકાય.
- પ્રાદેશિક ભાષામાં લખી શકાય.

3 comments: