Monday, 12 April 2021

આધુનિક મનોવિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ


આધુનિક મનોવિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ



                  આધુનિક મનોવિજ્ઞાને ઉચ્ચ મનોસામાજિક દરજ્જો પ્રાપ્ત કરવા માટે ઘણી સફર ખેડી છે. મનોવિજ્ઞાનના મન અને વર્તનને સમજવાના ખ્યાલો માનવઉત્પત્તી સાથે જ શરૂ થયા હતા. મનોવિજ્ઞાન વિષય એ ગુજરાત બોર્ડના ધોરણ 11 માં અભ્યાસ કરાવવામાં આવતો વિષય છે.  



               ભારતમાં ભરતમુનિ, પતંજલી, ચાણક્ય વગેરે ઋષિમૂનિઓ અને વિદ્ધાનોએ તથા ગ્રીસ અને રોમમાં એરિસ્ટોટલ, પ્લેટો વગેરે તત્વજ્ઞાનિઓએ માનવવર્તનનો અભ્યાસ કરવાનાં પ્રયત્નો કર્યા હતા. તેમાં તત્વજ્ઞાનની અભ્યાસની પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો. 



           એરિસ્ટોટલ પછીની મધ્યયુગમાં જ્ઞાનની શાખાઓનો વિકાસ બરાબર થયો નહિ. પરંતુ ઈ.સ. 1600 પછી તત્વજ્ઞાનીઓએ તાત્વિક પ્રશ્નોની ચર્ચા શરૂ કરી, જેમાં વિશ્વના અંતિમ સ્વરૂપની ચર્ચા સાથે ‘મન’ અને ‘બુદ્ધિ’ની ચર્ચા પણ કરી. 







રચનાવાદ (Structuralism): 


ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વિલ્હેમ વુન્ટના ફાળે જાય છે. તેઓ ‘વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા’ કહેવાય છે. વિલ્હેમ વુંટ, એડવર્ડ ટિત્શેનર અને તેમના સાથીદારોને જાગૃત અનુભવો અને મનના વિશ્ર્લેષણમાં રસ હતો. આથી મનની રચના સમજવા માટે તેમણે આંતરનિરિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. આ પદ્ધતિમાં વ્યક્તિને મનોવૈજ્ઞાનિક પ્રયોગ દરમિયાન તેના અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ વિશે વર્ણન કરવાનું કહેવામાં આવે છે. વુન્ટ અને તેમના સાથીદારો ‘રચનાવાદીઓ’ કહેવાય છે.


કર્યવાદ (Functionalism): 


રચનાવાદની પદ્ધતિ અન્ય મનોવૈજ્ઞાનિકોએ સ્વીકારી નહિ કેમ કે તે પદ્ધતિનો અહેવાલ અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી સ્ધકાતો ન હતો. આથી કેમ્બ્રીજ મેસેચ્યુટસમાં અમેરિકન વૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે પ્રયોગશાળા સ્થાપી અને માનવીના મનને સમજવાનો બદલે માનવી તેના વાતાવરણ સાથે પોતાનું કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તન કરે છે તેનો અભ્યાસ કર્યો. વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યૂઈ, એન્જલ અને કારનો આ અભિગમ ‘કાર્યવાદી અભિગમ’ તરીકે ઓળખાય છે. 


સમષ્ટિવાદ (Gestalt School):


ઈ.સ. 1912માં જર્મનીમાં રચનાવાદની સામે સમષ્ટિવાદી અભિગમનો વિકાસ થયો. જેમાં વર્ધીમર, કોલહર અને કોફકાનો મુખ્ય ફાળો હતો. તેઓ મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન પર ભાર મુકત હતા. તેઓ માનતા હતા જે આપણે જ્યારે વિશ્વને જોઈએ છીએ ત્યારે આપણો પ્રત્યક્ષીકૃત અનુભવ એ પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોના સરવાળા કરતાં વધુ હોય છે. એટલે કે આપણે જે અનુભવીએ છીએ તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી માહિતી કરતાં વધ્ય હોય છે. દા.ત. ફિલ્મમાં આપણી નજર સમક્ષ સ્થિર ચિત્રોની ઝડપ બદલાતી જતી હારમાળા છે, જેનો પ્રત્યક્ષીમૃત અનુભવ વસ્તુસ્થિતિ કરતાં વધુ હોય છે. આપણે સમગ્રલક્ષી અનુભવ થાય છે. 


વર્તનવાદ (Behaviourism): 


ઈ.સ. 1910માં અમેરિકામાં જ્હૉન બી. વૉટસને મનોવિજ્ઞાનના વિષયવસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ કરી ‘વર્તનવાદ’ નામનો અભિગમ શરૂ કર્યો. શરીરરચનાશાસ્ત્રી ઈવાન પાવલૉવના શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાતની વૉટસન પર ઊંડી અસર હતી. 

વૉટસને આંતરનિરિક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો, કેમ કે માનવીનું અન જોઇ શકાતું નથી અને આ પદ્ધતિ વ્યક્તિગત હોવાથી તેને અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતી નથી. 

તેમણે મનોવિજ્ઞાનને એ રીતે ઓળખાવ્યું જે જેમાં વર્તનના વિજ્ઞાન અથવા ઉદ્દીપક સામે અપાતી પ્રતિક્રિયા, જેનો અભ્યાસ વસ્તુલક્ષી રીતે થઈ શકે છે અને તે માપી શકાય છે. 

વૉટસનના વર્તનવાદને બી.એફ.સ્કેનર, એડ્વિન ગ્રંથિ, ઈ.સી. ટોલમૅન વગેરે નવ્ય વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોએ આગળ વધાર્યો. વર્તનવાદે ઘણાં વર્ષો સુધી મનોવિજ્ઞાનમાં આધિપત્ય જાળવી રાખ્યું. 


મનોવિશ્લેષણવાદ (Psychoanalysis) : 


તબીબ અને મનોચિકિત્સક સિગ્મંડ ફ્રોઈડે માનવસ્વરૂપ વિશેના ઉદ્દામવાદી વિચારો રજૂ કર્યાં. તેમણે માનવીનાં વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશિલ પ્રગટીકરણ તરીકે ઓળખવ્યું. તેમણે મનોવિશ્ર્લેષણને માનસિકરોગોને સમજાવાની અને ઉપચર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યું. મનોવિશ્ર્લેષણવાદના મતે માનવી પોતાની અજાગૃત ઈચ્છાઓ કે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓથી પ્રેરિત થાય છે. 


માનવવાદ (Humanist): 


કાર્લ રોજર્સ, અબ્રાહમ મેસ્લો, એરીક ફ્રોમ વગેરે માનવવાદીઓએ માનવીની ઈચ્છાશક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવનાનો વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા પર ભાર મૂક્યો હતો.તેમના મતે વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતાં માનવીના વર્તન પર ભાર મૂકે છે ત્યારે માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના કરી માનવવર્તનને યાંત્રિક બનાવે છે. 


બોધાત્મક અભિગમ (Cognitive Approach): 


વીસમી સદીના ઉત્તરાર્ધમાં વિકાસ પામેલા બોધાત્મક અભિગમે આપણે વિશ્વને કઈ રીતે જોઈએ છીએ તે બાબત પર પ્રકાશ પાડ્યો. બોધન એ જાણવાની પ્રક્રિયા છે; જેમાં વિચારણા, સમજણ, જોવું, યાદ રખવું, સમસ્યા ઉકેલ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ બાબતો આપણી માનસિક પ્રક્રિયાઓ અને આપણા જ્ઞાન સાથે મળીને વાતાવરણ સાથે કામ પાર પાડવા માટે આપણને સક્ષમ બનાવે છે. કેટલાક બોધાત્મક મનોવૈજ્ઞાનિકો માનવીના મનને કમ્પ્યુટરની માફક માહિતીની પ્રક્રિયા કરનાર યંત્ર તરીકે ઓળખાવે છે. તેમના મતે માનવમન કમ્પ્યુટરની જેમ માહિતી સ્વીકારે છે, પ્રક્રિયા કરે છે, બદલે છે, સંગ્રહ કરે છે અને જરૂરિયાત હોય ત્યારે બહાર લાવે છે.

Sunday, 11 April 2021

Review of "The Calcutta Chromosome" by Amitav Ghosh

 



A dabbler in genres, Amitav Ghosh seems to continually be trying a new style of writing.  His debut A Circle of Reason is a great sample of magic realism; The Shadow Lines remains realist through and through; and his ongoing Ibis trilogy is the purest of historical fiction.  The Calcutta Chromosome finds the author trying on his fantasy/horror/sci-fi shoes.  Not an awkward mix of the three, the book won the Arthur C. Clark award in 1996 for its extrapolation upon the history of discovering malaria’s cure and its possibility today.  The resulting informative thriller is a worthwhile offering to the speculative fiction market by a jack-of-all-trades author.
Ghosh possesses a PhD in social anthropology, and the research background shows: a significant portion of The Calcutta Chromosome relates the history and unusual circumstances surrounding the discovery of the cure for malaria by the Nobel prize winning Ronald Ross at the end of the 19th century in Calcutta.  Only occasionally disaffecting, the info is broken into chunks, and when related by the gregarious Murugan, is not dry in the least.  As not all the accounts of the great discovery line up, Ghosh takes the loop holes among the various journal and research notes surviving the decades as the premise of the novel.  The answers filling these holes not always synchronous, a strange and mysterious situation arises.  Beyond paranormal, secrecy survives until today.
The story character driven, there is no single viewpoint driving The Calcutta Chromosome.  Antar is a computer archeologist living a dead-end life; Murugan is an eccentric with a PhD in immunology; Mangala is a voodoo woman/cleaning lady whose role in the story reveals itself one mysterious puzzle piece at a time; Lutchman is an all too auspicious volunteer for research; and Urmila is an out-of-luck journalist unwittingly swept up in the present day revelation of malaria’s role in society.  These and a few other important characters receive stage time toward unveiling the strange circumstances surrounding the cure for malaria’s discovery. 
The timing of the novel its strongest point.  Ghosh surprisingly seems well versed on what makes a plot suspenseful for this, his first thriller.  By revealing a little here, introducing an unfamiliar and therefore mysterious element there, the pages fly by.  Implications testing the limits of reality, Ghosh keeps readers hanging by a thread; the reader never knows what will happen next but desperately wants to.  Only occasionally lyrical, Ghosh writes in taut, declarative sentences that guide the narrative infallibly.  Often using the motif of introducing an idea, then jumping back in time to backfill the history to that point, the transition points between characters rotate seamlessly, proving Ghosh as flexible in style as subject.
As the pages turn, the reader comes to an understanding of not only the research and immunology behind malaria’s cure, but also the singular and yet unknown potential of the malaria virus.  The reason the novel won the Arthur C. Clarke award is undoubtedly due to the occasionally creepy, often profound speculation Ghosh performs on malarial cell generation and its potential within human DNA.  The topics of medicine and pathology not often tackled in spec-fic, it’s great to see the possibilities intertwined in a thrilling yet interesting story.
In the end, The Calcutta Chromosome is a highly readable and informative book that will have the hairs on the back of your arm standing up as Ghosh explores the history of malaria from a present day perspective on history.  Knowing exactly what little morsels and tidbits will lead the reader on, Ghosh unveils the state of India and immunology at the end of the 19th century, as well as a few mysteries of his own, with finesse.  Readers of Michael Crichton will certainly wanting to have a go.  One hopes this isn’t the last time Ghosh visits the sf genre.

મનોવિજ્ઞાન પારિભાષિક શબ્દો

 






  • Cathexis : માનસિક શક્તિનું કેન્દ્રીકરણ: પદાર્થ વિચાર કે કાર્યને લગતું ભાવાત્મક મૂલ્ય.આવેગ અને ધ્યેય વચ્ચેનું જોડાણ
  • Inheritance : વારસો : અનુવંશશાસ્ત્રના નિયમો પ્રમાણે પ્રજોત્પતિ સમયે સંતાનને પૂર્વજો પાસેથી જનીનતત્વો દ્વારા પ્રાપ્ત થતા લક્ષણો.
  • Chronological age : શારીરિક ઉમર : પ્રયોગપાત્રની જન્મતારીખથી માંડીને ચોક્કસ સમયાવધિ સુધીનો સમયગાળો.
  • Mental age : માનસિક વય : વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. 
  • Adjustment: અનુકુલન: એક બાજુ વ્યક્તિની જરૂરિયાતો અને બીજી બાજુ પર્યાવરણ ની માંગણીઓ પૂરેપૂરી સંતોષાય એવી પરિસ્થિતિ.
  • Age norm: વયમાનંક: ચોક્કસ શારીરિક વયના વિદ્યાર્થી જૂથની સિદ્ધિ,બુદ્ધિ કે અન્ય લક્ષણને લગતો સરાસરી કે મધ્યસ્થનો આંક.
  • Depression:ખિન્નતા: નિરાધારપણાની, તુચ્છપણાની અને ઉદાસીનતા ની લાગણીઓ અનુભવવી તે ખિન્નતા.
  • Frustration:  વૈફલ્ય: ચાલુ ધ્યેયલક્ષી પ્રવુતિમાં આવતો અવરોધ કે અનુચિત વિક્ષેપ.
  • Herd instinct: સંઘવૃત્તિ : પ્રાણીઓ તથા મનુષ્યોની પોતાના સમૂહ કે ટોળામાં રહેવાની સહજવૃત્તિ. 

  • Reinforcement : પ્રબલન:  કોઈ પત્યાચારને પ્રબળ બનાવવા અથવા રૂઢ કરવા માટેનો પુરસ્કાર કે પ્રલોભન કે શિક્ષા
  • Experience :  અનુભવ :
    કોઈ પણ બનાવમાંથી પસાર થવું અને વ્યક્તિગત સામનો કરવો.
  • Excitation :  ઉશ્કેરાટ :
    જ્ઞાનતંતુ કે સ્નાયુમાં પ્રવૃત્તિ પેદા કરતી પ્રક્રિયા.

    આનંદ,ઉત્સાહ વગેરેની સ્થિતિમાં મનના તણાવમાં પેદા થતી ઝડપી વૃધ્ધિ.
  • Monograph : મોનોગ્રાફ :

    કોઈ વિષય પર પદ્ધતિસરનું અને સંપૂર્ણ લખાણ.
  • Depersonalization : આત્મવિસ્મૃતિ :
    માનસિક રોગોથી પીડાતી વ્યક્તિને પોતે પોતાની ઓળખ ગુમાવી દીધી છે તેવી લાગણી થવી.
  • Deprivation : વંચિતપણું :

    જરૂરી અથવા ઈચ્છિત પદાર્થ ખૂંચવી લેવો કે દૂર રાખવો.
  • Group test : સમૂહ કસોટી :
    કોઈ પણ જૂથના બધા સભ્યોને એકસાથે આપી શકાય તેવી કસોટી.

    કાગળ પેન્સિલ પ્રકારની કસોટી એ સમૂહ કસોટી છે.
  • Psychodrama : મનોનાટ્ય :

    માનસિક સમસ્યાવાળા મનુષ્યો વિના તૈયારીએ સાહજિક રીતે પોતાની સમસ્યાને નાટકના સ્વરૂપમાં સ્ટેજ ઉપર રજૂ કરે તેવી મોરેનોની પ્રયુક્તિ.
  • Withdrawal : પીછેહઠ :

    માનસિક તણાવ અથવા હતાશા ઉત્પન્ન કરનાર પરિસ્થિતિઓથી પોતાની જાતને પાછી ખેંચી લેવાની કે તેનાથી દૂર જવાની ક્રિયા.
  • P-technique  :  P-પ્રયુક્તિ :

    અવયવ વિશ્લેષણની એક પદ્ધતિ જેમાં એક વ્યક્તિની વિવિધ પ્રસંગોએ લીધેલી મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામો વચ્ચેના સહસંબંધાકોનું વિશ્લેષણ કરવામાં આવે છે તે P પ્રયુક્તિ.
  • Psychotherapy : મનોપચાર :

    સૌમ્ય માનસિક વિકૃતિઓ અને વ્યક્તિત્વની સમસ્યાઓને મનોવૈજ્ઞાનિક પધ્ધતિ એ સલાહ દ્વારા હલ કરવાંનો ઉપચાર થાય તેને મનોપચાર કહેવાય.
  • Skill : કૌશલ્ય :

    માનસિક કે શારીરિક ક્રિયાઓ સહેલાઈથી અને ખૂબ સારી રીતે કરવાની શક્તિને કૌશલ્ય કહેવામાં આવે છે.
  • Super ego : અધિઅહમ, ઉપરી અહમ :
    ફ્રોઇડના મનોવિશ્લેષણ સિદ્ધાંત મુજબ વ્યક્તિ ની મનોરચનનો એક વિભાગ.

    અધિઅહમ અહમ પર સતત ચોકીપહેરો રાખે છે અને વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરે છે.
  • Zygote : ફલિતાંડ :
    નરકોષ વડે ફલિત થયેલો માદાકોષ અથવા અંડ.

    દ્વિભાજન દ્વારા તેમાં વિભિન્નીકરણ શરૂ થાય ત્યાં સુધી તે ફલિતાંડ કહેવાય છે.
  • Absurdity test : અસંગતતા કસોટી :
    એવું કોઈપણ કાર્ય કે જેમાં આપેલ ચિત્ર કે વાર્તામાંથી વિરોધાભાસ કે વિસંવાદિતા શોધી કાઢવાનો હેતુ રહેલો હોય તેવી કસોટી.
  • Schizophrenia : છિન્નમનોવિકૃતિ :

    મનનું છિન્નભિન્ન થવું,વ્યકિત્વ નું વિઘટન થવું એટલે છિન્નમનોવિકૃતિ.
  • Abstract reasoning  : અમૂર્ત તર્ક :
    મૂર્ત માહિતીને બદલે સંજ્ઞા અથવા સામન્યિકરણનો ઉપયોગ કરી તારણો કે નિષ્કર્ષ પર પહોંચવાની પ્રક્રિયા.
  • Escapism : પલાયન વૃત્તિ :
    બચાવ પ્રયૂકિતનો એક પ્રકાર કે જેમાં વાસ્તવિકતાની દુઃખદ બાબતોમાંથી શારીરિક તેમ જ માનસિક રીતે પોતાની જાતને ખસેડી લેવાની વૃત્તિ.
  • Identification : તાદાત્મ્ય : 

    જે વ્યક્તિ કે સમૂહની પ્રશંસા કરતા હોય તેના જેવા પોતાને ગણાવી લેવાની પ્રકિયા.
  • Isolate : એકલવાયો :

    સમાજિકતામિતિમાં વપરાતો આ શબ્દ  છે,જે બાળક કે વિદ્યાર્થીને તેનો વર્ગ કે તેનું મિત્ર જૂથ પસંદ કરતું ન હોય તેને એકલવાયો કે વિખૂટો કહેવામાં આવે છે.
  • Recall  : યાદ :

    એક વખત શિક્ષણ કે અનુભવ દ્વારા સ્મૃતિભંડારમાં સ્થાપિત થયેલ વિગતને ફરી ચેતન અવસ્થામાં લાવવી અથવા યાદ કરવી તે.
  • Abstract thinking  : અમૂર્ત વિચારણા :

    તાર્કિક કે બૌદ્ધિક ગુણો દ્વારા બીજા તત્વોથી એક તત્વને અલગ પડી તેનો અર્થ સ્પષ્ટ કરવો કે સમજવો.
  • Abnoramal psychology : અસામાન્ય મનોવિજ્ઞાન :
    અસામાન્ય વર્તન કે અસામાન્ય વ્યક્તિત્વના અભ્યાસનું શાસ્ત્ર.
  • Case history : વ્યક્તિત્વ ઇતિહાસ :
    દર્દીનો વૈદેકીય,મનોવૈજ્ઞાનિક અને સામાજિક બાબતોનો સંપૂર્ણ ઇતિહાસ.
  • Choleric type : પિતપ્રધાન :
    વાત વાતમાં ગુસ્સે થઈ જનાર,અસહિષ્ણુ, વધુ પડતી સંવેદનશીલ પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિ.
  • Divergent thinking : વિકેન્દ્રી ચિંતન :
    આ પ્રકારના ચિંતનમાં એક જ સમસ્યા ના અનેકવિધ ઉકેલો હોઈ શકે છે જેની સંખ્યાનો આધાર સમસ્યા ના પ્રકાર પર રહેલો હોય છે.

    વિકેન્દ્રી ચિંતન એટલે કેન્દ્રપ્રસારી વિચારણા.
  • Dizygotic twins : દ્વિબીજ જોડિયા બાળકો :

    એક બીજી જોડીયા બાળકોથી અલગ પડતા બે જુદા જુદા સ્ટ્રીબીજમાંથી પેદા થયેલા જોડીયા બાળકો.
  • Emotionality : સાંવેગિકતા :

    સાંવેગિક પરિસ્થિતિઓ પ્રત્યે જેઓ પ્રબળ રીતે કે વધુ પડતી પ્રતિક્રિયા કરવા પ્રેરાય છે તેવી વ્યક્તિઓની લાક્ષણિકતા.
  • Zeigarnik effect : ઝાઈગાર્નીક અસર :
    ઝાઈગાર્નીક પ્રથમ બતાવેલ ઘટના જે તેના નામથી પ્રસિદ્ધ છે તે અનુસાર જે સમસ્યારૂપ કાર્યો પુર્ણ થતા પહેલા અટકાવવામાં આવે તે પુર્ણ થયેલા કાર્યો કરતા વધુ પ્રમાણમાં યાદ રહે છે.
  • Clique : ટોળી :

    સમાજિકતામિતિની દ્રષ્ટિએ સમાન અભિરુચિ ધરાવતી ચાર છ વ્યક્તિઓનું નાનું સરખું જૂથ.
  • Clue : સંકેત :

    અનાત્મલક્ષી કસોટી પ્રશ્નોના પ્રત્યાચારો આપવામાં પરીક્ષાર્થીને અણધારી રીતે સાચો પ્રત્યાચાર મેળવવામાં મદદરૂપ થઇ પડતો શબ્દ કે વાક્ય ઉપખંડ.
  • Collective mind : સામુહિક મન :
    સમૂહનો એક વિચાર.

    સમુહમાંની ભિન્ન ભિન્ન વ્યક્તિઓની સરખી કે સામાન્ય માનસિક પ્રક્રિયાઓ કે જે સામુહિક વર્તનને જન્મ આપે છે તેમનો સરવાળો.
  • Judgment : નિર્ણય :

    અનિશ્ચિત અંશોવાળી પરિસ્થિતિ અંગે નિશ્ચિત સ્વરૂપમાં સ્વીકાર કે અસ્વીકાર.
  • Subception : અવબોધ :

    જે ઉદીપકનું અહેવાલ ન આપી શકાય તેવું અસ્પષ્ટ પ્રત્યક્ષીકરણ થતું હોય તેના પ્રત્યે અપાતો પત્યાચાર.
  • Maturation : પરિપક્વન :
    પ્રાણીના આંતરિક વિકાસને કારણે તેની ખાસિયતો કે લક્ષણોમાં થતો ફેરફાર.

    પર્યાવરણના પરિબળોથી ઉત્પન્ન થતા વિકાસથી તે ભિન્ન હોય છે.
  • Asymmetry : વિષમરૂપતા :
    વિસ્તરણની વિરૂપતાના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ થાય છે.વિષમરૂપ આવૃત્તિ વિસ્તરણમાં સરાસરી,મધ્યસ્થ અને બહુલકની કિંમત જુદી જુદી હોય છે.
  • Aversion
    અણગમો

    નકારાત્મક વલણ
  • Closure : રિક્તતાપૂર્તિ :

    સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ રજૂ કરેલા સિદ્ધાંત આકૃતિમાં રહેલી ખાલી જગ્યા આત્મલક્ષી રીતે પુરી કરીને પૂર્ણ સ્વરૂપમાં આપીને સ્થાયી પ્રત્યક્ષો કેવી રીતે મેળવાય તે સમજૂતી આપતો સિદ્ધાંત.
  • Life space : જીવન અવકાશ :

    વ્યક્તિ અને તેના વર્તનને જન્મ આપતા પર્યાવરણનાં પરિબળો મળીને બનતી સમગ્રતા
  • Dementia: ઘેલછા :

    સાંવેગિક અથવા બૌધ્ધિક શક્તિઓમાં અવિશિષ્ટ પણ કાયમી ઘટાડો.
  • Drop-out: અધ્ધવચ્ચે છોડી જનાર :
        પોતાના લક્ષને પહોંચતા પહેલા અધ્ધવચ્ચે        
        કાર્યને છોડી દેવું.
         વિદ્યાર્થીઓના સંદર્ભમાં અભ્યાસ અધ્ધવચ્ચે થી   
         છોડી જનાર માટે શબ્દ વપરાય છે
      • Libido : કામવાસના :
            લૈંગિક વૃત્તિમાંથી પેદા થતી શક્તિ.
              લૈંગિક ભૂખ.
                વિષયવૃત્તિ કે કામવૃત્તિ.
            • Learning difficulty : શીખવાની મુશ્કેલીઓ :
                 કઈ પણ શીખવામાં આવતી ખામી.
                 કઈ પણ શીખવાની અશક્તિ.
            • Drill  : કવાયત :
                કોઈ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરી કૌશલ્ય અને જ્ઞાન પર કાબુ મેળવવો.
                  ડ્રિલ નો આધાર થાક સામાન્ય ચપળતા  અને  પરિસ્થિતિ પર રહેલો છે.
              • False reaction : ખોટી પ્રતિક્રિયા : 
                   ઉદીપકની ગેરહાજરીમાં ઉદીપક હાજર હોય  તેમ પ્રત્યચાર આપવો.

              SUPER 30 - ફિલ્મ સમીક્ષા

               




              SUPER 30 - ફિલ્મ સમીક્ષા 

              શ્રેણી :- આત્મકથા


              નિર્માતા:- સાજીદ નડિયાદવાલા (નડિયાદવાલ ગ્રાન્ડસન એન્ટરટેનમેન્ટ), ફેન્ટમ ફિલ્મ્સ,રિલાયન્સ એન્ટરટેનમેન્ટ


              નિર્દેશક :- વિકાસ બહલ 

              લેખક :- સંજીવ દત્તા

              કલાકાર :- ઋત્વિક રોશન, મૃણાલ ઠાકુર, વીરેન્દ્ર સક્સેના, નંદીશ સંધુ, આદિત્ય શ્રીવાસ્તવ, પંકજ ત્રિપાઠી

              રજૂઆત તારીખ:- ૧૨/૦૭/૨૦૧૯

              સમય:- ૧૫૫ મિનીટ


                      "सपनोको पूरा करनेकी सच्ची कहानी "




              “शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते है”



                               ચાણક્યની ઉપરોક્ત ઉક્તિને સાર્થક કરતુ આ ચલચિત્ર એટલે સુપર ૩૦. આ ચલચિત્ર ગણિતશાસ્ત્રી આનંદકુમાર અને તેના શૈક્ષણિક કાર્યક્રમ સુપર ૩૦ ઉપર આધારિત છે..આ સમગ્ર ઘટના બિહાર ની રાજધાની પટનામાં આકાર લે છે. આ ચલચિત્રનું કેન્દ્રબિંદુ શ્રી આનંદકુમાર કે જે એક નીચલા વર્ગનો વિદ્યાર્થી છે અને તેને ભણવાનો ખુબ શોખ છે અને તે સારો પણ છે. આ ચલચિત્રમાં તેના જીવનની સંઘર્ષગાથા દર્શાવવામાં આવી છે. આનંદકુમારએ તેમના વિદ્યાર્થીકાળમાં ગણિત વિષયમાં ખુબજ પ્રતિભાશાળી હતા. એક વખત તેઓ જયારે શિક્ષણમંત્રી (પંકજ ત્રિપાઠી) ના હસ્તે રામાનુજમ શિષ્યવૃત્તિ મેળવે છે ત્યારે શિક્ષણમંત્રી તેમને કહે છે કે તારે જે કઈ પણ સહાય જોઈતી હોય તે આવીને મારી પાસેથી આવીને મેળવી લેજે. પટનાના પુસ્તકાલયમાં રહેલા ગણિત પુસ્તકમાંના એક વણઉકેલ્યા કોયડાનો તે જયારે ઉકેલ મેળવીને તે ઉકેલ વિશ્વમાં જે મહાવિદ્યાલયનું આદરપાત્ર સ્થાન છે એવી કેમ્બ્રીજ યુનિવર્સીટીમાંથી શિષ્યવૃત્તિ મેળવે છે. પરંતુ તેમને ત્યાં જવાય એટલી આર્થિક સગવડ ન હોવાથી તે શિક્ષણમંત્રી પાસે પહોચે છે અને તે ત્યાં રાજનીતિનો ભોગ બને છે. આ ઘટના ને લીધે આનંદકુમારનાં પિતાજીનું હદય રોગના હુમલા થી અવસાન થાય છે.પરિણામે તેઓ તમામ અભ્યાસ છોડીને માતાને પાપડ વહેચવામાં મદદ કરવા લાગે છે. એક દિવસ જયારે તેઓ પાપડ વહેચવા જતા હોય છે ત્યારે તેમની સાયકલ “ પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ” ઉક્તિ ને સાર્થક કરતા અને શિક્ષણ મંત્રીના નજીકના એવા લલ્લન સિંહ (આદિત્ય શ્રીવાસ્તવ)ની ગાડી સાથે અથડાય છે અને તે આનંદ  કુમાર ને પોતાના કોચિંગ ક્લાસ , એકસેલન્સ કોચિંગ સેન્ટરમાં   ગણિત વિષય શીખવવાનું કહે છે અને સાથોસાથ તમામ ભૌતિક સુખસગવડ પણ આપે છે. પરંતુ એક ગરીબ બાળકને સ્ટ્રીટ લાઈટ નીચે રસપૂર્વક અભ્યાસ કરતા જોઇને તેનું હ્રદય પીગળી જાય છે.  આ બાળક પોતાની ગરીબીને કારણે કોચિંગ કલાસ છોડીને ચાલ્યો ગયો હતો. તેથી તે વિચારે છે કે ગરીબ બાળકોને પણ ભણવાનો અધિકાર છે. આથી તે કોચિંગ ક્લાસ છોડીને પોતાનું ગરીબ બાળકો માટેનો ટ્યુશન ક્લાસ શરુ કરે છે જેમાં તે એક સમયે ૩૦ બાળકો ની નોંધણી કરે છે. આ બાળકોને તે વ્યવહારિક જ્ઞાન સાથે સંકલ્પનાઓ મનોરંજક રીતે શીખવે છે, આ રીતે તે બાળકોને મફતમાં ભણાવીને IIT સુધી પહોચાડવાનું નક્કી કરી લે છે. તે બાળકોને કહે છે કે "अरे आज राजा का बेटा राजा नहीं बनेगा, वही राजा बनेगा जो हक़दार होगा" પરંતુ આ પગલું ભરતાની સાથે તેમને અનેક પ્રતિકુળ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પણ ગુજરાતીમાં કહેવાય છે ને “ જે ભગવાનની ભેરે ભગવાન એની ભેરે”. આમ અનેક સંઘર્ષોનો સામનો કરીને પણ તમામ ૩૦ વિદ્યાર્થીઓને IIT સુધી પહોચાડે છે.

              પુસ્તક સમીક્ષા:"મળેલા જીવ"

               

              પુસ્તક સમીક્ષા:"મળેલા જીવ"

                            શીષૅક: મળેલા જીવ
              પ્સ્તાવના
                 પન્નાલાલ પટેલ ના પુસ્તક માટે પ્રસ્તાવના લખવા માટે લેખક થોડું ભય પમાડનારુ કામ સમજે છે. તેમના ભયને ઉમાશંકર એ વિગતો પૂછાવીને તેમનો જવાબ મળ્યો. અને પન્નાલાલ પટેલ એ પોતાના ભૂલ માંથી પણ બચીને જવાબ પ્રસ્તુત કરે છે.
                        પન્નાલાલ પટેલ વિવેચકો ને સલાહ આપતા જોઈ શકાય છે. તેઓ કહે છે કે કૃતિ અને માત્ર કૃતિ નું જ મહત્વ સાહિત્યરસિકો ના મનમાં તો વસવું જોઈએ.
              મળેલા જીવ પન્નાલાલ પટેલ દ્વારા લિખીત ગુજરાતી નવલકથા છે. આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બંનેના પાત્રોના સંઘર્ષની કથાનું આલેખન કરે છે. પન્નાલાલ પટેલની સીમાસ્તંભ ગણાતી આ નવલકથા અંગ્રેજીમા તેમજ કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ તેનુ ફિલ્મમાં અને નાટ્યમાં રૂપાંતરણ થયું છે.
              મળેલા જીવ  લેખકપન્નાલાલ પટેલઅનુવાદકરાજેશ આઈ. પટેલદેશભારતભાષાગુજરાતીપ્રકારનવલકથાપ્રકાશકસંજીવની પ્રકાશનપ્રકાશન તારીખ૧૯૪૧ (૨૦મી આવૃત્તિ ૨૦૧૪માં)પાનાંઓ૨૭૨ (ગુજરાતી આવૃત્તિ, ૨૦૪)ISBN978-93-80126-00-5OCLC ક્રમાંક21052377દશાંશ વર્ગીકરણ891.473
              કથાસાર
              ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. પોતાના મિત્ર હિરાની પ્રયુક્તિથી પ્રેરાઈને અને પોતાની પ્રેમીકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી, કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને આપેલા વચનથી બંધાઈને અને કાનજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે, પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે પણ જીવીનું દુ:ખ જોઈ ન શકતાં ગામ છોડીને નોકરીની શોધમાં શહેર ચાલ્યો જાય છે. બીજી તરફ, વહેમી પતિ તરફનો શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં જીવી રોટલામાં ઝેર ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે, પરંતુ વિધિવશાત્ અજાણતાં એ રોટલો ધૂળો ખાઈ જાય છે અને જીવી વિધવા બને છે. આ બનાવથી જીવી લોકનિંદાનો ભોગ બને છે અને કાનજી પણ એના પર વહેમાય છે, આથી આઘાતથી શોકમાગ્ન જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવે છે અને જીવીને પોતાની સાથે લઈ જાય છે.
              મળેલા જીવની પ્રથમ આવૃત્તિ ૧૯૪૧માં પ્રકાશિત થઈ હતી, ત્યારબાદ તેની અન્ય આવૃત્તિઓ ૧૯૪૪, ૧૯૪૭, ૧૯૫૦, ૧૯૫૬, ૧૯૬૦, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૬૯, ૧૯૭૩, ૧૯૭૭, ૧૯૮૪, ૧૯૮૬, ૧૯૯૧, ૧૯૯૩, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૧૬માં પ્રકાશિત થઈ હતી.
              સુન્દરમે આ નવલકથાની પ્રશંસા કરતા લખ્યું છે કે, 'અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે.
              મળેલા જીવનો જીવી શીર્ષક હેઠળ હિંદીમાં અનુવાદ થયેલો છે અને તેના પરથી ઉલઝન નામનું હિન્દીમાં ચલચિત્ર પણ બન્યું છે. તેમજ આ નવલકથા પરથી ગુજરાતીમાં પણ ચલચિત્ર બન્યું છે અને તેનું નાટ્યરૂપાંતર પણ થયેલ છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રાજેશ આઈ. પટેલે ધ યુનાઇટેડ સાઉલ્સ (૨૦૧૧) શીર્ષક હેઠળ કર્યો છે.
              લેખન  શૈલી
                              મારા મંતવ્ય મુજબ લેખન શૈલી સાહિત્યક છે. અને આ પુસ્તક ને સાધારણ માણસ પણ પુસ્તક વાચી શકે 
              તેવી લેખકની લેખન શૈલી છે. એવું હું માનું છું.
                              કેમ કે લેખક પન્નાલાલ પટેલ એ પોતાની બધી રચનાઓ પ્રાદેશિક છે. જે લોકો માટે સરળ રીતે વાચી શકે છે.
              સાંપ્રત સમય સાથે અનુબંધ:
                                પનાલાલ પટેલ ના પુસ્તક મળેલા જીવ સાપરા સમય સાથે અનુબંધ ધરાવતું નથી. તે સમયનો પ્રેમનું આલેખન જોઈ શકાય છે. જે બીજી નાતના વ્યક્તિ સાથે પરણી નહી શકે. પરંતુ આજના સમયમાં તેમ નથી. થોડુંક બદલાયેલું છે. એવું મને લાગે છે.    
              પુસ્તકમાં ગમતી બાબતો:
                                પન્નાલાલ પટેલ ની મળેલા જીવ નવલકથા માં મને નવલકથાના અંતે પોતાની પ્રેમીકાને જે ગાડી થઈ ગઈ છે. તેને જોઈને નાયક કાનજી તેને પોતાની સાથે લઈ જાય છે. તે વાત મારા હૃદયને સ્પર્શી એવું મને લાગે છે.
              મળેલા જીવ ના પાત્રો:
                                  પન્નાલાલ પટેલની મળેલા જીવ નવલકથા માં બહુ થોડા પાત્રો દ્વારા બહુ અસરકારક રીતે પોતાની વાત રજૂ કરી છે. તે મને બહુ ગમે છે. કાનજી ,  જીવી, ધૂળો, ભગત, હીરા વગેરે પાત્રો અત્યંત ઉઠાવદાર બન્યા છે.
              પુસ્તકની વિશેષતા:
                                     પન્નાલાલ પટેલની મળેલા જીવ ની વિશેષતા મને નવલકથાના અંતે નાયક કાનજી જે ગાડી થયેલી પોતાની પ્રેમિકાને પોતાની સાથે લઈ જાય છે. આ પુસ્તક કંઈક અલગ વિશેષ તરી આવે એવું આ ઘટના મને લાગે છે.     

              પન્નાલાલ પટેલની મળેલા જીવ નવલકથા માં મને નવલકથાના અંતે પુસ્તક માં ગમતી બાબતો

              દિવાસ્વપ્ન _પુસ્તક સમીક્ષા

               

              દિવાસ્વપ્ન

                                                                               
                                         
              પુસ્તકનું નામ  -  દિવાસ્વપ્ન 
                   
                લેખકનું નામ  -  ગિરિજાશંકર ભગવાનજી બધેકા 
                     
              પ્રકાશનનું નામ - સંસ્કાર સાહિત્ય મંદિર 

                    આવૃત્તિ  -    2008


              કિંમત          - 40/-                                                                                                                                                                                   શીર્ષક
                              આ પુસ્તકનું શીર્ષક દિવાસ્વપ્ન સાર્થક છે. કારણકે જે કલ્પના સ્વરૂપે વર્ણવે છે. જેમાં  ગિજુભાઈએ પ્રયોગોને એક કાલ્પનિક પાત્ર શિક્ષક લક્ષ્મીરામ ના માધ્યમથી પુસ્તકના અંતર્ગત ચાર ખંડમાં વિભાજિત કરી પ્રસ્તુત કર્યા છે. એક વર્ષના અંતર્ગત ચોથા  વર્ગના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલ  શેક્ષણિક પ્રયોગોને વાર્તાના માધ્યમથી સમજાવે છે.
                                   પારંપરિક શિક્ષણની રૂઢિવાદી પ્રક્રિયાને તોડીને ગિજુભાઈએ પ્રાથમિક શિક્ષણને પ્રાયોગિક અને મૌલિક રૂપ પ્રદાન કરવાનો સફળ પ્રયાસ કર્યા છે. વિષયોમાં પુસ્તકીય જ્ઞાન ને સ્થાને પરિવેશીય  જ્ઞાન મેળવી  બાળકોમાં સ્થાઈ અને વાસ્તવિક જ્ઞાન પ્રદાન કરવું. જેથી બાળકોના સર્વાંગી  વિકાસની સાથે કરી છે. 

              •   પ્રસ્તાવના

                           "દિવાસ્વપ્ન" પ્રાથમિક શિક્ષક માટે શૈક્ષણિક પ્રયોગોના એક નાનકડું સંદેશ છે. જેમાં ગિજુભાઈએ પ્રાથમિક શિક્ષણને પ્રાયોગિક અને પાયાનું સ્વરૂપ આપવાના પ્રયાસ કરે છે. શિક્ષણમાં બાળકેન્દ્રીય શિક્ષણને મહત્વ આપવામાં આવે છે.જેના અંતર્ગત બાળકોને રુચિ, ક્ષમતા અને આવશ્યકતા અનુસાર શિક્ષણ પ્રક્રિયાના સ્વરૂપ નિર્ધારિત કરવામાં આવે છે. આ પુસ્તકમાં પ્રાથમિક શાળાના બાળકોને એક પ્રયોગ દ્વારા શિક્ષણ આપવાની વાત છે. 
                            આ પુસ્તકમાં જે માર્ગદર્શન છે જે પૂર્વગામી વિચારો છે તે આજે પણ અત્યંત ઉપયોગી અને ઉપકારક છે.  પારંપારિક શિક્ષણની  રૂઢીવાદી પ્રક્રિયાને તોડીને ગિજુભાઈ એ પ્રાથમિક શિક્ષણને પ્રાયોગિક અને મૌલિક રૂપ પ્રદાન કરવાનો પ્રયાસ કર્યા છે.

              •   હેતુ

                           આ પુસ્તક અંતર્ગત ગિજુભાઈના શૈક્ષણિક પ્રયોગના ઉદ્દેશ પ્રાથમિક શિક્ષણની રૂઢિવાદી પ્રક્રિયા, બાળકોમાં જોવા મળતી શિક્ષણ પ્રત્યે નિરસતા, શાળાઓ દ્વારા આપવામાં આવતો બોજો અને શિક્ષકો દ્વારા આપવામાં આવતી ખૂટી શિક્ષણ પદ્ધતિ આ બધી ત્રુટિઓ દૂર કરી શકશે અને આનંદમય અને સર્જનાત્મક રૂપ પ્રદાન કરવું. 
                           બાળ મનોવિજ્ઞાન સમજવાનું સફળ પ્રયાસ કર્યા છે. જેથી બાળકોના મનની ઇચ્છાઓ ને  સમજી તેના અનુસાર શિક્ષકને વર્ગ શિક્ષણ માટે શિક્ષણ નીતિ તૈયાર કરવી જોઈએ. જેથી શિક્ષણ સર્વસ્વીકૃત અને રસીદ બનાવી શકાય. બાળકોને વિષય પ્રત્યે રૂચિ વિકસિત કરવા માટે જુદી જુદી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો વિષયના સંદર્ભમાં  સમજ વિકસિત કરી શકે.વિષયમાં પુસ્તકીય  જ્ઞાન ને સ્થાને પરિવેશીય જ્ઞાન જોડી બાળકોમાં સ્થાયી અને વાસ્તવિક જ્ઞાન પ્રદાન કરવું. 

              •   પુસ્તકનું  વિષયવસ્તુ 

                       "દિવાસ્વપ્ન" આ પુસ્તકમાં પ્રાથમિક શાળાના બાળકોને એક પ્રયોગો દ્વારા શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે. જેમાં શિક્ષકો બાળકોને વાર્તા દ્વારા, ચિત્ર બનાવી નાટક કરી ઇત્યાદિ રચનાત્મક ક્રિયાઓ કરી તેમના વિચારોને વિકસિત કરે છે. શિક્ષકનો  પ્રાથમિક ઉદ્દેશ વિદ્યાર્થીઓના પૂર્ણ વિકાસ કરવાનો છે એના માટે ગિજુભાઈએ પ્રયાસ કરે છે. વર્ગ શિક્ષણ માટે શિક્ષણ નીતિ તૈયાર કરવી જોઈએ કારણ કે  વર્ગ શિક્ષણને સહજ અને રુચિસર બનાવી શકાય. રમતોના મેદાનમાં શૈક્ષણિક રમતો દ્વારા બાળકોમાં સ્વાધ્યાય, આત્મીય  અનુશાસન કરીને શીખવાનું સિદ્ધાંત,  સ્વચ્છતા ના ગુણો ને  વિકસીત કરવાનો સફળ પ્રયાસ કર્યા છે. 

              •  ક્રમિકતાની જાળવણી

                     આ પુસ્તકમાં લેખક ગિજુભાઈ બધેકાએ ક્રમકતાની સરળ રીતે જાળવણી કરી છે. જેમાં ચાર ખંડમાં તેમના વાર્તાની ક્રમિકતા જળવાય છે. જે નીચે મુજબ છે.

               પ્રથમ ખંડ-    પ્રયોગની શરૂઆત 
                                       આ ખંડમાં બાલમનોવિજ્ઞાનને સમજવાનો સફળ પ્રયાસ કર્યા છે. બાળકની ઇચ્છાઓ અનુસાર શિક્ષણ નીતિ  તૈયાર કરી શિક્ષણને રસિક બનાવી શકાય. વર્ગની સ્વચ્છતાની તપાસ જાળવવી. 

               દ્વિતીય ખંડ -  પ્રયોગની પ્રગતિ
                                       બાળકોને વિષય પ્રત્યે રૂચિ વિકસિત કરવા માટે રમત પદ્ધતિનો પ્રયોગ કરવામાં આવ્યું છે. પ્રત્યેક વિષય માટે વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો પ્રયોગ કરી વિષયના સંદર્ભમાં સમજ વિકસિત કરવામાં આવે છે. રમતના મેદાનમાં શૈક્ષણિક રમતો દ્વારા બાળકોમાં સ્વાધ્યાય, સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા ઇત્યાદિ ગુનોને  વિકસિત કરવાનો પ્રયાસ કર્યું છે.

               તૃતીય ખંડ -  છ માસને અંત
                                     શિક્ષકો દ્વારા કરવામાં આવેલ પ્રયોગનો સકારાત્મક વલણ જોવા મળે છે. જેમાં બાળકોને વિષય પ્રત્યે રૂચિ અને સમજ વિકસિત થઈ ગઈ છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રસન્નતાપૂર્વક ભાવ ઉત્પન્ન થાય છે.

              ચતુર્થ ખંડ  -    છેલ્લો મેળાવડો
                                     અંતે શિક્ષકની પ્રયોગ યાત્રા સાર્થક સ્થળે પહોંચી ગઇ. બાળકના સર્વાંગી વિકાસ પ્રક્રિયામાં ગતીશીલતા જોવા મળી રહી હતી અન્ય  શિક્ષકો અને બાળકોના માતા-પિતા આ પ્રયોગથી પ્રભાવિત અને જાગૃત જોવા મળી રહ્યા હતા. 
                            આ રીતે ચાર ખંડમાં વાર્તાની ક્રમિકતા  જળવાય છે.
                           

              •  સાંપ્રત સમય સાથે અનુબંધ

                           દિવાસ્વપ્ન પુસ્તક સાંપ્રત સમય સાથે અનુબંધ છે. કારણ કે આજે પ્રાથમિક શાળાઓમાં કેટલીક ત્રુટીઓ  જોવા મળે છે. આજે પણ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની પદ્ધતિ બાળકોને નુકસાન કરનારી છે. શિક્ષણનું માપ  પરીક્ષાઓ, ઇનામો અને હરીફાઇથી કાઢવામાં આવે છે. કેટલીક શાળાઓમાં ગંદકી, ઘોંઘાટ, અવ્યવસ્થા જોવા મળે છે. 
                          આ પુસ્તકમાં જે માર્ગદર્શન છે. જે પુરોગામી વિચારો છે, જે કલ્પક અને સર્જનાત્મક અભિવ્યક્તિ છે તે આજે અત્યંત ઉપયોગી અને ઉપકારક છે.

              •  પુસ્તકની વિશેષતા

                         દિવાસ્વપ્ન એક એવી પુસ્તક છે, જેને થોડી વાંચીયે કરીએ તો આપના ને એમ થાય છે. કે આખી પુસ્તક એક જ બેઠકમાં બેસીને વાંચી લેવી. પુસ્તક વાંચવામાં આળસ નથી આવતો રસ પડતો જાય છે.ગિજુભાઈ આ પુસ્તક પ્રાથમિક શિક્ષણમાં નવા આવિષ્કારો અને મૌલિક પ્રયોગોનાં કારણે  કેળવણીકાર, નિષ્ઠાવાન શિક્ષકો માટે પ્રેરણાસ્રોત નું રૂપે કાર્ય કરે છે. 

              •  લેખકના દ્રષ્ટિકોણ 

                       મારી દ્રષ્ટિએ લેખકનો દૃષ્ટિકોણ પ્રાથમિક શાળાના બાળકોના સર્વાંગી વિકાસ થવો જોઇએ. બાળકોના સર્જનાત્મક ગુણોનો વિકાસ થાય. આ વાર્તા શાળાએ જતાં બાળકોના વર્ગને સંબંધિત છે. જેથી શિક્ષણ પદ્ધતિમાં પ્રયોગો નો ઉપયોગ કરીને બાળકોને વિષયના સંદર્ભમાં સમજ વિકસિત કરી શકે, વિષયોમાં પુસ્તકીય જ્ઞાન ને સ્થાને વાતાવરણીય જ્ઞાન જોડી બાળકોમાં વાસ્તવિક જ્ઞાન સર્જાવવું.