- Cathexis : માનસિક શક્તિનું કેન્દ્રીકરણ: પદાર્થ વિચાર કે કાર્યને લગતું ભાવાત્મક મૂલ્ય.આવેગ અને ધ્યેય વચ્ચેનું જોડાણ
- Inheritance : વારસો : અનુવંશશાસ્ત્રના નિયમો પ્રમાણે પ્રજોત્પતિ સમયે સંતાનને પૂર્વજો પાસેથી જનીનતત્વો દ્વારા પ્રાપ્ત થતા લક્ષણો.
- Chronological age : શારીરિક ઉમર : પ્રયોગપાત્રની જન્મતારીખથી માંડીને ચોક્કસ સમયાવધિ સુધીનો સમયગાળો.
- Mental age : માનસિક વય : વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય.
- Adjustment: અનુકુલન: એક બાજુ વ્યક્તિની જરૂરિયાતો અને બીજી બાજુ પર્યાવરણ ની માંગણીઓ પૂરેપૂરી સંતોષાય એવી પરિસ્થિતિ.
- Age norm: વયમાનંક: ચોક્કસ શારીરિક વયના વિદ્યાર્થી જૂથની સિદ્ધિ,બુદ્ધિ કે અન્ય લક્ષણને લગતો સરાસરી કે મધ્યસ્થનો આંક.
- Depression:ખિન્નતા: નિરાધારપણાની, તુચ્છપણાની અને ઉદાસીનતા ની લાગણીઓ અનુભવવી તે ખિન્નતા.
- Frustration: વૈફલ્ય: ચાલુ ધ્યેયલક્ષી પ્રવુતિમાં આવતો અવરોધ કે અનુચિત વિક્ષેપ.
- Herd instinct: સંઘવૃત્તિ : પ્રાણીઓ તથા મનુષ્યોની પોતાના સમૂહ કે ટોળામાં રહેવાની સહજવૃત્તિ.
- Reinforcement : પ્રબલન: કોઈ પત્યાચારને પ્રબળ બનાવવા અથવા રૂઢ કરવા માટેનો પુરસ્કાર કે પ્રલોભન કે શિક્ષા
- Experience : અનુભવ :કોઈ પણ બનાવમાંથી પસાર થવું અને વ્યક્તિગત સામનો કરવો.
- Excitation : ઉશ્કેરાટ :જ્ઞાનતંતુ કે સ્નાયુમાં પ્રવૃત્તિ પેદા કરતી પ્રક્રિયા.આનંદ,ઉત્સાહ વગેરેની સ્થિતિમાં મનના તણાવમાં પેદા થતી ઝડપી વૃધ્ધિ.
- Monograph : મોનોગ્રાફ :કોઈ વિષય પર પદ્ધતિસરનું અને સંપૂર્ણ લખાણ.
- Depersonalization : આત્મવિસ્મૃતિ :માનસિક રોગોથી પીડાતી વ્યક્તિને પોતે પોતાની ઓળખ ગુમાવી દીધી છે તેવી લાગણી થવી.
- Deprivation : વંચિતપણું :જરૂરી અથવા ઈચ્છિત પદાર્થ ખૂંચવી લેવો કે દૂર રાખવો.
- Group test : સમૂહ કસોટી :કોઈ પણ જૂથના બધા સભ્યોને એકસાથે આપી શકાય તેવી કસોટી.કાગળ પેન્સિલ પ્રકારની કસોટી એ સમૂહ કસોટી છે.
- Psychodrama : મનોનાટ્ય :માનસિક સમસ્યાવાળા મનુષ્યો વિના તૈયારીએ સાહજિક રીતે પોતાની સમસ્યાને નાટકના સ્વરૂપમાં સ્ટેજ ઉપર રજૂ કરે તેવી મોરેનોની પ્રયુક્તિ.
- Withdrawal : પીછેહઠ :માનસિક તણાવ અથવા હતાશા ઉત્પન્ન કરનાર પરિસ્થિતિઓથી પોતાની જાતને પાછી ખેંચી લેવાની કે તેનાથી દૂર જવાની ક્રિયા.
- P-technique : P-પ્રયુક્તિ :અવયવ વિશ્લેષણની એક પદ્ધતિ જેમાં એક વ્યક્તિની વિવિધ પ્રસંગોએ લીધેલી મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામો વચ્ચેના સહસંબંધાકોનું વિશ્લેષણ કરવામાં આવે છે તે P પ્રયુક્તિ.
- Psychotherapy : મનોપચાર :સૌમ્ય માનસિક વિકૃતિઓ અને વ્યક્તિત્વની સમસ્યાઓને મનોવૈજ્ઞાનિક પધ્ધતિ એ સલાહ દ્વારા હલ કરવાંનો ઉપચાર થાય તેને મનોપચાર કહેવાય.
- Skill : કૌશલ્ય :માનસિક કે શારીરિક ક્રિયાઓ સહેલાઈથી અને ખૂબ સારી રીતે કરવાની શક્તિને કૌશલ્ય કહેવામાં આવે છે.
- Super ego : અધિઅહમ, ઉપરી અહમ :ફ્રોઇડના મનોવિશ્લેષણ સિદ્ધાંત મુજબ વ્યક્તિ ની મનોરચનનો એક વિભાગ.અધિઅહમ અહમ પર સતત ચોકીપહેરો રાખે છે અને વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરે છે.
- Zygote : ફલિતાંડ :નરકોષ વડે ફલિત થયેલો માદાકોષ અથવા અંડ.દ્વિભાજન દ્વારા તેમાં વિભિન્નીકરણ શરૂ થાય ત્યાં સુધી તે ફલિતાંડ કહેવાય છે.
- Absurdity test : અસંગતતા કસોટી :એવું કોઈપણ કાર્ય કે જેમાં આપેલ ચિત્ર કે વાર્તામાંથી વિરોધાભાસ કે વિસંવાદિતા શોધી કાઢવાનો હેતુ રહેલો હોય તેવી કસોટી.
- Schizophrenia : છિન્નમનોવિકૃતિ :મનનું છિન્નભિન્ન થવું,વ્યકિત્વ નું વિઘટન થવું એટલે છિન્નમનોવિકૃતિ.
- Abstract reasoning : અમૂર્ત તર્ક :મૂર્ત માહિતીને બદલે સંજ્ઞા અથવા સામન્યિકરણનો ઉપયોગ કરી તારણો કે નિષ્કર્ષ પર પહોંચવાની પ્રક્રિયા.
- Escapism : પલાયન વૃત્તિ :બચાવ પ્રયૂકિતનો એક પ્રકાર કે જેમાં વાસ્તવિકતાની દુઃખદ બાબતોમાંથી શારીરિક તેમ જ માનસિક રીતે પોતાની જાતને ખસેડી લેવાની વૃત્તિ.
- Identification : તાદાત્મ્ય :જે વ્યક્તિ કે સમૂહની પ્રશંસા કરતા હોય તેના જેવા પોતાને ગણાવી લેવાની પ્રકિયા.
- Isolate : એકલવાયો :સમાજિકતામિતિમાં વપરાતો આ શબ્દ છે,જે બાળક કે વિદ્યાર્થીને તેનો વર્ગ કે તેનું મિત્ર જૂથ પસંદ કરતું ન હોય તેને એકલવાયો કે વિખૂટો કહેવામાં આવે છે.
- Recall : યાદ :એક વખત શિક્ષણ કે અનુભવ દ્વારા સ્મૃતિભંડારમાં સ્થાપિત થયેલ વિગતને ફરી ચેતન અવસ્થામાં લાવવી અથવા યાદ કરવી તે.
- Abstract thinking : અમૂર્ત વિચારણા :તાર્કિક કે બૌદ્ધિક ગુણો દ્વારા બીજા તત્વોથી એક તત્વને અલગ પડી તેનો અર્થ સ્પષ્ટ કરવો કે સમજવો.
- Abnoramal psychology : અસામાન્ય મનોવિજ્ઞાન :અસામાન્ય વર્તન કે અસામાન્ય વ્યક્તિત્વના અભ્યાસનું શાસ્ત્ર.
- Case history : વ્યક્તિત્વ ઇતિહાસ :દર્દીનો વૈદેકીય,મનોવૈજ્ઞાનિક અને સામાજિક બાબતોનો સંપૂર્ણ ઇતિહાસ.
- Choleric type : પિતપ્રધાન :વાત વાતમાં ગુસ્સે થઈ જનાર,અસહિષ્ણુ, વધુ પડતી સંવેદનશીલ પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિ.
- Divergent thinking : વિકેન્દ્રી ચિંતન :આ પ્રકારના ચિંતનમાં એક જ સમસ્યા ના અનેકવિધ ઉકેલો હોઈ શકે છે જેની સંખ્યાનો આધાર સમસ્યા ના પ્રકાર પર રહેલો હોય છે.વિકેન્દ્રી ચિંતન એટલે કેન્દ્રપ્રસારી વિચારણા.
- Dizygotic twins : દ્વિબીજ જોડિયા બાળકો :એક બીજી જોડીયા બાળકોથી અલગ પડતા બે જુદા જુદા સ્ટ્રીબીજમાંથી પેદા થયેલા જોડીયા બાળકો.
- Emotionality : સાંવેગિકતા :સાંવેગિક પરિસ્થિતિઓ પ્રત્યે જેઓ પ્રબળ રીતે કે વધુ પડતી પ્રતિક્રિયા કરવા પ્રેરાય છે તેવી વ્યક્તિઓની લાક્ષણિકતા.
- Zeigarnik effect : ઝાઈગાર્નીક અસર :ઝાઈગાર્નીક પ્રથમ બતાવેલ ઘટના જે તેના નામથી પ્રસિદ્ધ છે તે અનુસાર જે સમસ્યારૂપ કાર્યો પુર્ણ થતા પહેલા અટકાવવામાં આવે તે પુર્ણ થયેલા કાર્યો કરતા વધુ પ્રમાણમાં યાદ રહે છે.
- Clique : ટોળી :સમાજિકતામિતિની દ્રષ્ટિએ સમાન અભિરુચિ ધરાવતી ચાર છ વ્યક્તિઓનું નાનું સરખું જૂથ.
- Clue : સંકેત :અનાત્મલક્ષી કસોટી પ્રશ્નોના પ્રત્યાચારો આપવામાં પરીક્ષાર્થીને અણધારી રીતે સાચો પ્રત્યાચાર મેળવવામાં મદદરૂપ થઇ પડતો શબ્દ કે વાક્ય ઉપખંડ.
- Collective mind : સામુહિક મન :સમૂહનો એક વિચાર.સમુહમાંની ભિન્ન ભિન્ન વ્યક્તિઓની સરખી કે સામાન્ય માનસિક પ્રક્રિયાઓ કે જે સામુહિક વર્તનને જન્મ આપે છે તેમનો સરવાળો.
- Judgment : નિર્ણય :અનિશ્ચિત અંશોવાળી પરિસ્થિતિ અંગે નિશ્ચિત સ્વરૂપમાં સ્વીકાર કે અસ્વીકાર.
- Subception : અવબોધ :જે ઉદીપકનું અહેવાલ ન આપી શકાય તેવું અસ્પષ્ટ પ્રત્યક્ષીકરણ થતું હોય તેના પ્રત્યે અપાતો પત્યાચાર.
- Maturation : પરિપક્વન :પ્રાણીના આંતરિક વિકાસને કારણે તેની ખાસિયતો કે લક્ષણોમાં થતો ફેરફાર.પર્યાવરણના પરિબળોથી ઉત્પન્ન થતા વિકાસથી તે ભિન્ન હોય છે.
- Asymmetry : વિષમરૂપતા :વિસ્તરણની વિરૂપતાના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ થાય છે.વિષમરૂપ આવૃત્તિ વિસ્તરણમાં સરાસરી,મધ્યસ્થ અને બહુલકની કિંમત જુદી જુદી હોય છે.
- Aversionઅણગમોનકારાત્મક વલણ
- Closure : રિક્તતાપૂર્તિ :સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ રજૂ કરેલા સિદ્ધાંત આકૃતિમાં રહેલી ખાલી જગ્યા આત્મલક્ષી રીતે પુરી કરીને પૂર્ણ સ્વરૂપમાં આપીને સ્થાયી પ્રત્યક્ષો કેવી રીતે મેળવાય તે સમજૂતી આપતો સિદ્ધાંત.
- Life space : જીવન અવકાશ :વ્યક્તિ અને તેના વર્તનને જન્મ આપતા પર્યાવરણનાં પરિબળો મળીને બનતી સમગ્રતા
- Dementia: ઘેલછા :સાંવેગિક અથવા બૌધ્ધિક શક્તિઓમાં અવિશિષ્ટ પણ કાયમી ઘટાડો.
- Drop-out: અધ્ધવચ્ચે છોડી જનાર :
પોતાના લક્ષને પહોંચતા પહેલા અધ્ધવચ્ચે
કાર્યને છોડી દેવું.
વિદ્યાર્થીઓના સંદર્ભમાં અભ્યાસ અધ્ધવચ્ચે થી
છોડી જનાર માટે શબ્દ વપરાય છે
- Libido : કામવાસના :
લૈંગિક વૃત્તિમાંથી પેદા થતી શક્તિ.
લૈંગિક ભૂખ.
વિષયવૃત્તિ કે કામવૃત્તિ.
- Learning difficulty : શીખવાની મુશ્કેલીઓ :
કઈ પણ શીખવામાં આવતી ખામી.
કઈ પણ શીખવાની અશક્તિ.
- Drill : કવાયત :
કોઈ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરી કૌશલ્ય અને જ્ઞાન પર કાબુ મેળવવો.
ડ્રિલ નો આધાર થાક સામાન્ય ચપળતા અને પરિસ્થિતિ પર રહેલો છે.
- False reaction : ખોટી પ્રતિક્રિયા :
ઉદીપકની ગેરહાજરીમાં ઉદીપક હાજર હોય તેમ પ્રત્યચાર આપવો.
No comments:
Post a Comment